જેમ વૈશ્વિક સ્તરે ભારત એક દેશ તરીકે રોલ મોડેલ બની ઉભરી રહ્યું છે.
ભારતમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. તો હવે ભારતમાં દરેક ગુજરાતી સમાજે ભારતના દરેક શહેર માટે રોલ મોડેલ બનવું જોઈએ.એક છત્ર, એક વિઝન
આ માટે ABGS એ ૧૯૬૮માં ભારતભરના આપણા વરિષ્ઠ ગુજરાતી સભ્યો દ્વારા કલ્પેલ સ્વપ્ન મુજબ, તમામ ગુજરાતી સમાજ અને પેટા-સમાજને એક છત્ર હેઠળ જોડવા માટે પહેલ કરી છે.એકતા, કાળજી અને દરેક પરિવારની ચિંતા
૨૦૨૬માં દરેક ગુજરાતી પરિવારને એકતા, કાળજી અને ચિંતાની જરૂર છે — અને શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, રોજગાર, મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સંરક્ષણ જેવી દરેક જરૂરિયાત પૂર્ણ કરવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સંબંધિત ગુજરાતી સમાજ અથવા પેટા-સમાજ મારફત દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડવો — એ આપણું વિઝન છે.ABGS ના સભ્ય બનો
અમે અપેક્ષા રાખીએ છીએ કે દરેક સમાજ અથવા પેટા-સમાજ અખિલ ભારત ગુજરાતી સમાજ (ABGS) ના સભ્ય બને, જેના દ્વારા પ્રમુખ અને એક સભ્ય ABGS ના સભ્ય બનશે અને આ રીતે સમાજ, ABGS ની પહેલો તેમના WhatsApp ગ્રૂપ અથવા અન્ય સોશ્યલ મીડિયા દ્વારા દરેક ગુજરાતી સમાજ સુધી પહોંચાડી શકે.ઈ-ન્યૂઝ મેગેઝિન દ્વારા જીવંત જોડાણ
ABGS ભારતના દરેક ગુજરાતી સમાજ સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવા ઈ-ન્યૂઝ મેગેઝિન શરૂ કરવાનું પણ આયોજન કરી રહ્યું છે.છેલ્લે પણ અત્યંત મહત્વની વાત
ABGS, ગુજરાત સરકારના NRG વિભાગ મારફત, ગુજરાતમાં કોઈ પણ સમસ્યાના નિવારણ અથવા કામ માટે, સ્થાનિક સમાજ દ્વારા દરેક ગુજરાતી પરિવાર વચ્ચે એક સેતુ બનશે.સમાજના સભ્યો ના પ્રકાર
મુખ્ય સંવર્ધક (Chief Patron)
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી હોદ્દાની રૂએ સમાજ ABGS ના મુખ્ય સંવર્ધક (Chief Patron) રહેશે.
સંસ્થાકીય આજીવન સભ્ય
દેશ-વિદેશની કોઈપણ ગુજરાતી જ્ઞાતિ સંસ્થાને રૂા. ૩૫૦૧/- લવાજમ આપી પોતાના બે અધિકૃત પદાધિકારીઓની સહી સિક્કા સાથે સદસ્યતા આવેદનપત્ર ભરી સંસ્થાકીય આજીવન સભ્ય થવાની અરજી કરી શકશે.
અતિ વિશિષ્ઠ ગોલ્ડ યુગલ આજીવન સભ્ય
દેશ-વિદેશના કોઈપણ ગુજરાતી યુગલ રૂા. ૧,૦૦,૦૦૦/- (અંકે એક લાખ પુરા) ભરી સહી અને સદસ્યતા આવેદનપત્ર ભરી સભ્ય થવાની અરજી કરી શકશે. તેઓ કોઈપણ સભામાં હાજર રહી નિર્ણય લઈ શકે છે. આવા સભ્યોને વિશેષ સુવિધા પ્રદાન કરવા પ્રમુખશ્રી/કાર્યકારિણી…
વિશિષ્ઠ યુગલ આજીવન સભ્ય
દેશ-વિદેશમાં વસતુ કોઈ પણ ગુજરાતી પરણિત યુગલ રૂા. ૫૦૦૧/- આપી સદસ્યતા આવેદનપત્ર ભરી સભ્ય થવાની અરજી કરી શકશે.
વિશિષ્ઠ આજીવન સભ્ય
દેશ-વિદેશમાં વસતી ૧૮ વર્ષની ઉપરની વયનો કોઈપણ ગુજરાતી રૂા. ૩૫૦૧/- આપી સદસ્યતા આવેદનપત્ર ભરી સભ્ય થવાની અરજી કરી શકશે.
યુગલ આજીવન સભ્ય
દેશ-વિદેશમાં વસતુ કોઈ પણ ગુજરાતી પરણિત યુગલ રૂા. ૨૫૦૧/- આપી સદસ્યતા આવેદનપત્ર ભરી સભ્ય થવાની અરજી કરી શકશે.
આજીવન સભ્ય
દેશ-વિદેશમાં વસતી ૧૮ વર્ષની ઉપરની વયનો કોઈપણ ગુજરાતી રૂા. ૧૫૦૧/- આપી સદસ્યતા આવેદનપત્ર ભરી સભ્ય થવાની અરજી કરી શકશે.
માનદ્ સભ્ય
સમાજના પ્રમુખ અથવા સંચાલન સમિતિ કોઈ પણ પ્રતિષ્ઠિત ગુજરાતી વ્યક્તિને પોતાના કાર્યકાળ પુરતુ માનદ્ સભ્યનું પદ આપી શકશે. માનદ્ સભ્ય મત આપી શકશે નહીં.
આમંત્રિત સભ્ય
પ્રમુખશ્રી સમાજના કોઈ પણ પ્રકારના સભ્ય અથવા પ્રતિષ્ઠિત ગુજરાતી વ્યક્તિને સમાજના કોઈ પણ કાર્યક્રમોમાં આમંત્રિત કરી શકશે. આમંત્રિત સભ્યોના સૂચનો આવકારદાયક રહેશે પણ તેમને મતાધિકાર નહીં રહે.
Fill the Form
For your ABGS identity card, provide your details in the official Google Form. Open FormDownload Form
Prefer a printed copy? Download the PDF version of the registration form. Download PDFScan QR Code
Scan the QR code below for quick payments.
For Bank Transfer
- Account Name: Akhil Bharat Gujarati Samaj
- Account Number: 3045000100068539
- Bank Name: Punjab National Bank
- IFSC Code: PUNB0127600
- Branch: New Market Bhopal
- PAN: AACAA9406H