A B G S

Loading

Welcome To Akhil Bharat Gujarati Samaj

+91-98260-48580
info@abgs.org.in
+91-98260-48580
info@abgs.org.in

History of ABGS

અખિલ ભારત ગુજરાતી સમાજ

સ્થાપના અને તેનો ઈતિહાસ

ગુજરાત અને ગુજરાતીઓ

ભારતના વિશાળ ભૂ ભાગ ઉપર પશ્ચિમ દિશાએ આવેલું ગુજરાત એની વિશિષ્ટ ભીગોલિક પરિસ્થિતિને કારણે, સમૃદ્ધ અને ધનિક વેપારી વર્ગને કારણે ત્યા કલા, સંસ્કૃતિ અને સંસ્કારને કારણે વિશ્વભરમાં જાણીતું છે. અતીતની તવારીખમાં સંસ્કાર સેતુ બનેલા આ ગરવા પ્રદેશમાં અનેક સમૂહો વિવિધ સ્થળોએથી આવ્યા અને ગયા પણ. આવેલી પ્રજાઓ જેમ પોતાના સંસ્કારો અહી છોડતી ગઈ તેમ અહીંથી ગયેલાઓ પણ ગુજરાતી સંસ્કારોને લઈને દેશ-દેશાવરમાં ફેલાતા ગયા.

વિશાળ સમુદ્ર કાંઠો ધરાવતા રાજ્યને દેશ દેશાવરથી વેપાર-વણજથી જોડાયેલા આ પ્રદેશની જનતાએ ભારત અને ભારતની બહાર પણ વસુધૈવ કુટુંબકમ્ની તથા વૈદિક સંસ્કૃતિની ઉદાત ભાવના સાથે જ્યાં પણ ગયા તે ગામ, પ્રદેશ કે દેશ અરે પાડોશીને પણ સંસ્કાર સંપન્ન થાય, સમૃદ્ધ થાય એવી ખેવના રાખીને જે તે પ્રદેશ કે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે તો વતન ગુજરાતના ભાઈ-ભાંડરૂઓનો પણ ખ્યાલ રાખ્યો છે એની મુશ્કેલીમાં મદદરૂપ થવા હંમેશ પહેલ કરી છે.

દેશ પરદેશની ધરતી માથે જ્યાં જ્યાં ગુજરાતીઓ જઈ વસ્યા છે ત્યાં ત્યાં એક ગુજરાત ખડું કરી દીધું છે.

ભારતના અન્ય રાજ્યો અને નગરો ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં વિશાળ પરિવારની ભાવના સાથે રહેવાની સાથે ગુજરાતી પરિવારોના સંગઠિત રહે, વતનથી દૂર રહેતા પરિવારો એક બીજાના સુખ દુઃખના સહભાગી બને એવા આશયથી ઠેર ઠેર ગુજરાતી સમાજની પણ રચના કરી છે. અને આજે છેલ્લા મળતા આંકડા પ્રમાણે દેશભરમાં ચારસોની નજીક નો આંકડો ધરાવતા ગુજરાતી સમાજ અસ્તિત્વ ધરાવે છે અને દરેક રાજ્યમાં આવેલા જુદા જુદા જ્ઞાતિ સમાજો તો જુદા.

દેશ ભરમાં ફેલાયેલા ગુજરાતી સમાજો એક સૂત્રે બંધાય તમામ સમાજોની હડી રૂપ એક સંસ્થા હોવી જોઈએ તેવો વિચાર લાંબા સમયથી ચાલતો હતો… એક બીજા સમાજો વચ્ચે સંકલન કરી શકે તેવી એક સંસ્થાની આવશ્યકતા લાંબા સમયથી અનુભવાતી હતી. અને એક સમયે આ સ્વપ્નું પણ સાકાર થયું.

અખિલ ભારત ગુજરાતી સમાજની રચના

દેશ ભરમાં ફેલાયેલા ગુજરાતી સમાજો એક સૂત્રે બંધાય તમામ સમાજોની હડી રૂપ એક સંસ્થા હોવી જોઈએ તેવો વિચાર લાંબા સમયથી ચાલતો હતો આવી એક સંસ્થા હોય તો તમામ સમાજો એક બીજાની નજીક આવે તેમને નડતી સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય અને દેશભરમાં ફેલાયેલા ગુજરાતીઓ એક બની માતૃ રાજ્ય ગુજરાતના વિકાસમાં પણ એક બની સહયોગ આપી શકે. એક બીજા સમાજો વચ્ચે સંકલન કરી શકે તેવી એક સંસ્થાની આવશ્યકતા લાંબા સમયથી અનુભવાતી હતી. અને એક સમયે આ સ્વપ્નું પણ સાકાર થયું અને એ સંયોગ સર્જાયો ૧૯૬૮માં અને એ માટે નિમિત્ત બન્યું શ્રી દિલ્હી ગુજરાતી સમાજ. શ્રી દિલ્હી ગુજરાતી સમાજે પોતાની સ્થાપનાના ૭૫ વર્ષ હિસ્ક મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે ૧૯૬૮ માં ૧૧ મી ફેબ્રુઆરી ને રવિવારના દિવસે કરી અને આ જ દિવસે દિલ્હી ગુજરાતી સમાજના હીસ્ક મહોત્સવની ઉજવણી માટે ખાસ નિમંત્રણથી દેશભરમાંથી આવેલા વિવિધ ગુજરાતી સમાજના પ્રતિનિધિઓએ લાંબા સમયથી વિચારણામાં રહેલા સ્વપ્નને મૂર્તિમંત કર્યું અને શ્રી અખિલ ભારત ગુજરાતી સમાજની સ્થાપના કરી.

જોગાનું જોગ દિલ્હી ગુજરાતી સમાજના હીરક મહોત્સવના શુભ અવસરે ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં જ આપણા આ ગુજરાતી સમાજની રચના કરાઈ અને તેનું શુભ ઉદ્ઘાટન પણ તેમના હાથે કરવામાં આવ્યું હતું. તેમની શુભકામના આ ઐતિહાસિક પ્રસંગે આપણા નવા સંગઠનને બળ આપનારી બની રહી હતી.

આ શુભ અવસરે શ્રી જયસુખલાલભાઈ હાથી, શ્રી મનુભાઈ શાહ, શ્રી ખંડુભાઈ દેસાઈ, શ્રી શાંતિલાલ શાહ, શ્રી ત્રિભુવનદાસ પટેલ સહિતના ગુજરાતી શ્રેષ્ઠીઓ ઉપરાંત ગુજરાતના સાંસદ સભ્યો આ શુભ ઘડીના સાક્ષી બન્યા હતા. સંસ્થાની સ્થાપના પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી હિતેન્દ્રભાઈએ નવા સંગઠનને શુભેચ્છા પાઠવતાં રાજ્યા સરકારની આ નવા સમાજ પ્રતિ કાયમ મીઠી નજર રહેશે એવી ખાત્રી આપી હતી. તેમણે આ અવસરે ગુજરાતની વિશેષતાઓને બિરદાવી હતી.

સ્થાપના પ્રસંગના સાક્ષી

મુ.મ. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
શ્રી જયસુખલાલભાઈ હાથી
શ્રી મનુભાઈ શાહ
શ્રી ખંડુભાઈ દેસાઈ
શ્રી શાંતિલાલ શાહ
શ્રી ત્રિભુવનદાસ પટેલ
ગુજરાતના સાંસદ સભ્યો

અખિલ ભારત ગુજરાતી સમાજની સ્થાપના સમયે નક્કી કરવામાં આવેલાં ધ્યેયને પાર કરવા ગુજરાત બહાર વસતા અગ્રણી ગુજરાતી ભાઈ-બહેનોને સંસ્થાના સભાસદ બનાવે છે અને દરેક કાર્યરત સંસ્થાને પોતાનામાં આવરી લઈ તેને પણ સંસ્થાગત સભાસદ બનાવે છે તથા તેને આપસમાં સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને રમત ગમત સહિત દરકે દરેક પ્રવૃત્તિઓ ચલાવવા પ્રોત્સાહન પુરૂં પાડે છે. તો દેશના મહત્વના દરેક શહેરોમાં ગજરાતીઓની સુવિધા માટે અતિથિ ગૃહો, સાંસ્કૃતિક ભવન, શાળા તથા કોલેજો વગેરે ચલાવવા માટે પણ પ્રેરણા પુરી પાડે છે.

દેશભરમાં ફેલાયેલા આ સંસ્થાના વ્યક્તિગત તથા સંસ્થાકિય સભ્યો પોતાની પ્રવૃત્તિઓની વિગતો તથા કોઈ મુશ્કેલી હોય તો તે આ સંસ્થાની કારોબારી, અધિવેશનમાં રજુ કરે છે અને તેનું નિરાકરણ ૫ કરવામાં આ સમાજ મદદ કરે છે અને આ તમામ ગતિવિધિઓની વિગતો સંસ્થાના મુખપત્ર ગુર્જર ભારતીમાં પ્રસિદ્ધ પણ કરવામાં આવે છે.

આ સંસ્થાના પ્રમુખની વરણી દરેક બે વર્ષે વારાફરતી ભારતના દરેક વિભાગના આગેવાનમાંથી કરવામાં આવે છે. જેથી દરેક વિભાગના આગેવાન કાર્યકર્તાણી સેવા, આવડત અને અનુભવનો લાભ આ સંસ્થાને મળતો રહે છે. જેથી દરકે વિભાગને પણ પ્રતિનિધિત્વ પણ આપી શકાય છે. સંસ્થાની કારોબારી સમિતિમાં પણ વિભિન્ન પ્રદેશોના આગેવાન અને સેવાભાવી ગુજરાતી ભાઈ બહેનોને ચૂંટવામાં આવે છે અને આવી ચૂંટાયેલ વ્યક્તિ પોતાના પ્રદેશ કે વિભાગમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર, સન્માનિત વ્યક્તિ હોય છે. તેઓ પોતાના વિભાગમાં કે દેશભરમાં વરસતા ગુજરાતીઓની દરેક પ્રવૃત્તિમાં સહભાગી થવા તથા કોઈ મુશ્કેલીમાં પણ મદદરૂપ બનવા સદાય તત્પર રહેતા હોય છે.

સંકલન

અખિલ ભારત ગુજરાતી સમાજના બંધારણની જોગવાઈ મુજબ દરેક ત્રણ મહિને જુદા જુદા વિભાગમાં સંચાલન સમિતિની બેઠક આયોજિત કરવામાં આવે છે અને કરવામાં આવેલા કાર્યોની સમિક્ષા કરી આગામી નવા કાર્યોની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે જેની વિગતો મધ્યસ્થ સમિતિને આપવામાં આવે છે જેથી દરેક વિભાગ સાથે સુચારૂ સંકલન સાધી શકાય છે.

વિશ્વ ગુજરાતી સમાજ સાથે પણ સંકલન

અખિલ ભારત ગુજરાતી સમાજ વિશ્વ ગુજરાતી સમાજ સાથે પણ સંકળાયેલ રહે છે આથી વિશ્વ ગુજરાતી સમાજના વિશ્વ વ્યાપિ કાર્યોમાં પણ આ સંસ્થા સક્રિય સહયોગ આપે છે. વિશ્વ ગુજરાતી સમાજની કારોબારીમાં પણ આપણી સંસ્થાના સભાસદોને સમાવવામાં આવતા હોય છે. અખિલ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ હોદ્દાની રૂએ વિશ્વ ગુજરાતી સમાજના પેટ્રન ઉપ પ્રમુખ રહે છે.

સંસ્થાનું વર્તમાન નવુ બંધારણીય સ્વરૂપ

સ્થાપના બાદ સંસ્થાના બંધારણને વર્તમાન સ્થિતિ અને જુના અનુભવોના અધારે ધનબાદ મધ્યે ઈ.જી.એમ. અને એ.જી.એમ મા તા. ૨૯-૦૬-૨૦૧૪ના નવા બંધારણ પ્રમાણે:

ગોલ્ડ સભ્ય (રૂ.૧૦૦૦૦૦)ની મંજુરી

સંસ્થાના ચેયરમેન પદનું ગઠન (ગોલ્ડ સભ્યમાંથી)

સંસ્થાને ઝોન સ્તર થી બદલી કુલ ૧૭ રાજ્યોમાં વિભાજીત કરી, રાજ્ય ઈકાઈ અધ્યક્ષોની નિયુક્તિનું પ્રાવધાન કરેલ.

પ્રમુખશ્રીની ચૂંટણી સંબધિત વિસ્તૃત વિવરણ અને એક પ્રમુખ સતત બે વાર જ પ્રમુખ બની શકે, એવુ પ્રાવધાન કરેલ.

વર્ષ ૨૦૧૪ મા ભુજ મધ્યે ચુંટણી નવા બંધારણ મુજબ કરવામાં આવેલ.

આજની સ્થિતિ

આજે સંસ્થાનું મુખપત્ર ગુર્જર સરિતા ના નામે નિકળે છે. હવે ડિજીટલ યુગ આવતા ઓનલાઈન અને વોટ્સએપથી સૂચના અને સમાચારનો આદાન-પ્રદાન થાય છે. સંસ્થાની આવકનો શ્રોત નવા સદસ્ય બનવાથી છે. આજે સંસ્થાના ૮ યુગલ સન્માનિત ગોલ્ડ સભ્યો છે.

📰
ગુર્જર સરિતાસત્તાવાર મુખપત્ર

📱
ઓનલાઈન + WhatsAppડિજિટલ સંચાર

🏅
૮ ગોલ્ડ સભ્ય યુગલસન્માનિત સભ્યો

ભૂતપૂર્વ અને વર્તમાન પ્રમુખ તથા મહામંત્રીઓની યાદી

ક્ર.નં. સત્ર / વર્ષ પ્રમુખ (પ્રમુખશ્રી) મહામંત્રી (મહામંત્રીશ્રી) સ્થળ
1 1968–73 શ્રીમતી વિન્ધ્યાબેન મણુભાઈ શાહ શ્રી સુરેશભાઈ દેસાઈ દિલ્હી
2 1973–76 શ્રી પ્રેમજીભાઈ લાલજીભાઈ શ્રી નવીનચંદ્રભાઈ ડોમડિયા હૈદરાબાદ
3 1976–79 શ્રી રામચંદ્રભાઈ ભટ્ટ શ્રી મૂળચંદભાઈ પારેખ જયપુર
4 1979–80 શ્રી નવીનચંદ્રભાઈ વ્યાસ શ્રી ગિરિરાજભાઈ ભારતીય આસનસોલ
5 1980–83 શ્રી નવીનચંદ્રભાઈ વ્યાસ શ્રી કુમુદ્રાયભાઈ ઉપાધ્યાય આસનસોલ
6 1983–86 ડૉ. નટવરલાલભાઈ શાહ શ્રી જયદેવભાઈ ત્રિવેદી ઇન્દોર
7 1986–87 શ્રી કુંજવિહારીભાઈ શાહ શ્રી અજયભાઈ રાણા દિલ્હી
8 1987–88 શ્રી કુંજવિહારીભાઈ શાહ શ્રી વિનોદભાઈ પટેલ દિલ્હી
9 1988–89 સ્વ. શ્રી જશુભાઈ પટેલ શ્રી બચુભાઈ પટેલ મદ્રાસ
10 1989–91 શ્રી મણિલાલભાઈ પૂજારા શ્રી બચુભાઈ પટેલ મદ્રાસ
11 1991–93 શ્રી દિનેશભાઈ શેઠ શ્રી મુકુંદ્રાયભાઈ શાહ / શ્રી વિજયભાઈ પારેખ અલિબાગ
12 1993–95 શ્રી મહેન્દ્રભાઈ કોઠારી શ્રી મહેશભાઈ વર્મા ખરિયાર રોડ
13 1995–98 શ્રી નવીનચંદ્રભાઈ દોશી શ્રી વિજયભાઈ દવે રાયપુર
14 1998–2000 શ્રી વિનોદભાઈ પટેલ શ્રી નરેન્દ્રભાઈ પટેલ દિલ્હી
15 2000–02 શ્રી પ્રહ્લાદભાઈ પટેલ શ્રી કે. જે. દવે ચેન્નઈ
16 2002–05 શ્રી હરેન્દ્રભાઈ તન્ના શ્રી મગનભાઈ ઠક્કર નાગપુર
17 2005–08 શ્રી મનુભાઈ પટેલ શ્રી મગનભાઈ ઠક્કર જયપુર
18 2008–11 શ્રી બાળુભાઈ તળાટી શ્રી દિનેશભાઈ શાહ વડોદરા
19 2011–14 શ્રી પરેશભાઈ ચૌહાણ શ્રી પરેશકુમાર ઠક્કર / ડૉ. ભૂપેન્દ્ર અમરસિંહ સાવરિયા ધનબાદ
20 2014–17 શ્રી પરેશભાઈ ચૌહાણ શ્રી દર્શન ભારતીય ધનબાદ
21 2017–20 શ્રી પરેશભાઈ ચૌહાણ શ્રી અરુણ જોશી / શ્રી સંજય પટેલ ભુજ / ભોપાલ
22 2020–24 શ્રી હિમાંશુભાઈ મહેતા શ્રી ભાવેશભાઈ ઠક்கর રાંચી / ધનબાદ
23 2024–હાલ શ્રી સંજયભાઈ પટેલ શ્રી ચેતનભાઈ પટેલ ભોપાલ

✂️ Open the Website