A B G S

Loading

Welcome To Akhil Bharat Gujarati Samaj

+91-98260-48580
info@abgs.org.in
+91-98260-48580
info@abgs.org.in

Aims & Objectives

એબિજીએસના હેતુઓ અને ઉદ્દેશ્યો

એક સમાજ – શ્રેષ્ઠ સમાજ

એબિજીએસ સમગ્ર ભારત અને વિદેશમાં આવેલા તમામ નોંધાયેલ ગુજરાતી સમાજ અને જાતિ સમાજને ગુજરાત સરકારના NRG વિભાગ સાથે જોડતું કેન્દ્રીય સંકલન મંચ તરીકે કાર્ય કરશે.

સાંસ્કૃતિક આદાન-પ્રદાન

ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ, કળા, સાહિત્ય અને પરંપરાઓને વિદેશમાં વસતી નવી પેઢી સુધી પહોંચાડવા વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવું.

સંકલન અને સંવાદ

ભારત સરકાર, ગુજરાત સરકાર અને વિશ્વભરના બિનનિવાસી ગુજરાતીઓ (NRGs) વચ્ચે સંવાદ અને સહકારનો મજબૂત સેતુ બની કાર્ય કરવું.

મુશ્કેલીના સમયમાં સહાય

વિદેશમાં વસતા ગુજરાતીઓને સામાજિક, કાનૂની અથવા અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે યોગ્ય માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવવી.

વ્યાપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન

ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને ઉદ્યમશીલતાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે વ્યાપારી સંપર્કો અને બિઝનેસ નેટવર્કિંગના અવસરો ઊભા કરવા.

સમાજ એકતા અને સહકાર

  • ગુજરાતીઓમાં પ્રેમ, લાગણી અને એકતા વધારવી.
  • પરિવારોને શિક્ષણ, સંસ્કૃતિ, વ્યવસાય, આરોગ્ય, રોજગાર, વૈવાહિક સહાય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે સહકાર આપવો.

સંસ્થાકીય વિકાસ

  • શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાતી ભવન, અતિથિ ભવન અને ઓડિટોરિયમ સ્થાપવામાં સહાય.
  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, યુનિવર્સિટી અને એનજીઓ સાથે સંકલન.

ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે

  • દેશભરના સમાજો અને મંડળોને જોડવા.
  • સેમિનાર, સંમેલન, અધિવેશન અને વિવિધ સામાજિક કાર્યક્રમો યોજવા.

ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ

  • ગુજરાતી ભાષા, અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું જતન.
  • ગુજરાત બહાર વસતા પરિવારોને સુરક્ષા અને સહાય.

આર્થિક અને માળખાકીય સહાય

  • જમીન ખરીદી, ઇમારત બાંધકામ, સુધારણા અને મરામત માટે સહાય.
  • NRG વિભાગ – ગુજરાત સરકાર સાથે સંકલન.

સામાજિક સમરસતા

  • ગુજરાતી અને અન્ય સમાજ વચ્ચે એકતા વધારવી.
  • સ્થાનિક સમસ્યાઓ કે અડચણોમાં પરિવારોને સહારો આપવો.

સંસાધન સંકલન

  • દાન, સંપત્તિ અને રોકાણ એકત્રિત કરી પારદર્શક રીતે ઉપયોગ.

સમાજ માટેની સુવિધાઓ

  • વિદ્યાર્થી હોસ્ટેલ, અતિથિ ગૃહ, બાલ સંસ્કાર કેન્દ્ર, કલા મંદિર, ધર્મશાળા.
2026–27

ભાવિ યોજનાઓ

સમગ્ર ભારતના ગુજરાતી સમાજ માટે આયોજિત આગામી પહેલ અને કાર્યક્રમો.

01
APAAR કાર્ડ જાગૃતિ
02
આયુષ્માન ભારત સહાય (70+)
03
વેલનેસ અને સ્વસ્થ ભારત અભિયાન
04
અગ્નિવીર, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટ-અપ યોજનાઓ
05
સરદાર પટેલ સુરક્ષા યોજના
06
યુવા ગુજરાત પ્રવાસ
07
વૃદ્ધો માટે તીર્થયાત્રા
08
E-ન્યૂઝ મેગેઝિન શરૂ કરવું
09
ભારતભરના ગુજરાતીઓને જોડતી વેબસાઇટ
✂️ Open the Website