A B G S

Loading

Welcome To Akhil Bharat Gujarati Samaj

+91-98260-48580
info@abgs.org.in
+91-98260-48580
info@abgs.org.in

Tirth Yatra for Elders

ગુજરાત દર્શન યોજના

વરિષ્ઠ NRGs માટે

ગુજરાત દર્શન યોજના (વરિષ્ઠ એનઆરજી માટે) નો મુખ્ય ઉદ્દેશ ભારતભરમાં વસતા વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓને તેમના સાંસ્કૃતિક મૂળ, વારસા અને વતન સાથે પુનઃજોડવાનો છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોની સુવ્યવસ્થિત મુલાકાત દ્વારા તેઓને ગુજરાતની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિનો નજીકથી પરિચય કરાવવામાં આવે છે, તેમજ દેશના વિવિધ ભાગોમાં વસતા ગુજરાતીઓ અને તેમની વતનભૂમિ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કાર્યક્રમની રૂપરેખા અને સમયગાળો

  • સમયગાળો: કુલ ૦૭ દિવસ અને ૦૬ રાત્રિ.
  • સંભવિત તારીખ: ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા જે તે રાજ્ય/શહેરના ગુજરાતી સમાજો સાથે ચર્ચા-વિચારણા કરીને નક્કી કરવામાં આવશે.
  • મુખ્ય સ્થળો: સ્ટેચ્યુ ઑફ યુનિટી, સોમનાથ, દ્વારકા, બેટ દ્વારકા, જૂનાગઢ, પાવાગઢ, સાળંગપુર, ભાવનગર, પાલીતાણા, મોડેરા સૂર્ય મંદિર, રાણીકી વાવ, અડાલજની વાવ, લક્ષ્મી વિલાસ પેલેસ, સાબરમતી આશ્રમ અને ઈન્ડો-પાક બોર્ડર-સૂઈગામ (નડાબેટ).

ગ્રુપનું બંધારણ અને સભ્યોની સંખ્યા

  • સભ્ય સંખ્યા: એક ગ્રુપમાં લીડર સહિત મહત્તમ ૨૫ સભ્યો પ્રવાસ કરી શકશે.
  • ગ્રુપ લીડર: સંબંધિત ગુજરાતી સમાજના ૧ અથવા ૨ હોદ્દેદારો લીડર તરીકે ફરજિયાત સાથે રહેશે.
  • તબીબી ઉપસ્થિતિ: પ્રવાસીઓના ગ્રુપમાં એક ડોક્ટર (તબીબ) જોડાય તે ખૂબ ઇચ્છનીય છે.

નાણાકીય જોગવાઈ અને ખર્ચની વહેંચણી

  • આવવાનો-જવાનો ખર્ચ: ગુજરાત (અમદાવાદ) આવવા તથા પરત જવાનો તમામ ખર્ચ ગ્રુપ અથવા વ્યક્તિએ પોતે ભોગવવાનો રહેશે.
  • સરકારી સહાય: ગુજરાતમાં ૦૭ દિવસના પ્રવાસ દરમ્યાન પ્રતિષ્ઠાન તરફથી વ્યક્તિ દીઠ રૂ. ૧૦,૦૦૦/- સુધીનો ખર્ચ ભોગવવામાં આવશે (જે સીધો ગુજરાત પ્રવાસન નિગમને ચૂકવાશે).
  • વધારાનો ખર્ચ: રૂ. ૧૦,૦૦૦/- ઉપરાંતનો ખર્ચ સંબંધિત વ્યક્તિ કે ગ્રુપ દ્વારા પ્રવાસન નિગમને ચૂકવવાનો રહેશે.

અરજી પ્રક્રિયા અને ગુજરાતી સમાજની ભૂમિકા

  • દરખાસ્ત સબમિટ: સંબંધિત ગુજરાતી સમાજે પ્રતિષ્ઠાન નિર્ધારિત નમૂનામાં જરૂરી વિગતો સાથે સત્તાવાર દરખાસ્ત કરવાની રહેશે.
  • મધ્યસ્થી ભૂમિકા: ગુજરાતી સમાજે કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી સંકલન અને સંચાલનમાં જવાબદાર મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવાની રહેશે.
  • યાદી અને બાંહેધરી: ભાગ લેનારાઓની યાદી “સ્વ-ઘોષણા” (Self Declaration) સાથે આપવાની રહેશે.

પ્રવાસના નિયમો અને જરૂરી દસ્તાવેજો

  • સંપૂર્ણ હાજરી: ગંભીર તબીબી કારણ સિવાય તમામ પ્રવાસીઓ સમગ્ર કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવાના રહેશે.
  • મેડિકલ સર્ટિફિકેટ: તમામ પ્રવાસીઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સંબંધિત ગુજરાતી સમાજને જમા કરાવવાનું રહેશે.
  • સ્થાનિક સંપર્ક: ગુજરાતમાં રહેતા નજીકના સગા-સંબંધી કે ઓળખીતા વ્યક્તિનું નામ, સરનામું અને સંપર્ક નંબર આપવાના રહેશે.
  • વધારાના દિવસો: નિયત કાર્યક્રમ કરતાં વહેલા આવવા કે મોડા જવાના વધારાના દિવસોનો ખર્ચ જાતે ભોગવવાનો રહેશે.

પ્રવાસન નિગમ સ્તરનું આયોજન

  • ટૂર પેકેજ: ગુજરાત પ્રવાસન નિગમ લિ. (TCGL) દ્વારા ૩ થી ૪ ટૂર પેકેજ તૈયાર કરીને પ્રતિષ્ઠાનને મોકલવામાં આવશે.
  • પેકેજની પસંદગી: સંબંધિત રાજ્યના ગુજરાતી સમાજને અનુકૂળ પેકેજ મુજબ ૨૨ કે તેથી વધુ સભ્યો માટે પ્રવાસ આયોજન કરવામાં આવશે.
  • નાણાકીય વ્યવસ્થા: પ્રતિષ્ઠાન અને પ્રવાસન નિગમ વચ્ચેની નાણાકીય ગોઠવણ ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવશે.

✂️ Open the Website